માણસા: ગાંધીનગર: માણસામાં યોજાઈ પૌષ્ટિક વાનગી સ્પર્ધા, બહેનોએ શ્રી અન્નમાંથી બનાવી વાનગીઓ
ગાંધીનગરના માણસા તાલુકામાં 'પોષણ ઉત્સવ-2026' અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. ICDS ઘટક દ્વારા આયોજિત આ સ્પર્ધામાં મહિલાઓએ ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવી કુપોષણ સામે જાગૃતિનો સંદેશ આપ્યો.