રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાઓ હવે તેના અંતિમ પડાવ પર છે ત્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત - ગાંધીનગર તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ અને SGVP સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી.