શહેરા: શહેરામાં યુવા મોરચા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરાયું હતું
શહેરામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ શહીદ દિવસ નિમિત્તે શહેરા નગર અને તાલુકા યુવા મોરચા દ્વારા સંયુક્ત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ તિરંગા સાથે બાઈક રેલીમાં જોડાયા હતા. યુવા મોરચા દ્વારા આયોજિત બાઈક રેલી શહેરા નગરના અણીયાદ ચોકડી, સિંધી ચોકડી બસ સ્ટેન્ડ સહિતના માર્ગો પર ફરી હતી.