અમદાવાદના ચંડોળા વિસ્તારમાં તપાસ માટે પહોંચેલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ અને તેમની ટીમ પર કુખ્યાત આરોપી મહમંદકલીમ ઉર્ફે કલીમ ભૈયાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ, 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કલીમ ભૈયાએ હુમલો કરતા JCP શરદ સિંઘલે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. ત્યારબાદ આરોપીને કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
#jcp #police #news #currentaffairs #latestnews