ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ; લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો, ૮ સામે ગુનો દાખલ.
ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામે બાઈકનું હોર્ન મોટેથી વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. ગામના મંજુલાબેન ચૌહાણે હોર્ન વગાડવાની ના પાડતા આરોપી અજય અને રાજુ ચૌહાણ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય ૬ શખ્સો લાકડીઓ અને લોખંડની પાઇપો જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને વચ્ચે છોડાવવા આવેલા ગૌતમભાઈ, દિલીપભાઈ તથા હેતલબેન પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મંજુલાબેનની ફરિયાદના આધાર