માંડવી: માંડવીમાં દિવ્યાંગો અને જરૂરતમંદ લોકોને સહાયરૂપ સાધનોનું વિતરણ અગ્રણીઓ ના હસ્તે કરાયું
Mandvi, Kutch | Jun 11, 2026 માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રીઓના સહયોગથી જરૂરતમંદ ત્રણ બહેનોને સિલાઈ મશીન, ત્રણ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને ત્રણ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણિલાલ શાહ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે માંડવી તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ પરમાર ઉપસ્