ઘોઘંબા: આંકલવા ગામે દૂધ ભરાવવા જતા ખેડૂત પર લાકડી અને ગડદાપાટુથી હુમલો: ત્રણ શખ્સો સામે ગુનો દાખલ
ઘોંઘંબા તાલુકાના આંકલવા ગામે દૂધ ભરાવવા જઈ રહેલા ખેડૂત મુકેશભાઈ પટેલિયા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૨૭ મેના રોજ સાંજે મુકેશભાઈ પગપાળા રામેશરા ગામે દૂધ ભરાવવા જતા હતા, ત્યારે રસ્તામાં ગામના જ ત્રણ શખ્સોએ તેમને રોકી અપશબ્દો કહ્યા હતા. મુકેશભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા મુકેશ રાઠવાએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી, જ્યારે કોયાભાઈ બારીઆ અને અજમેલભાઈ બારીઆએ ભેગા મળી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની