રાપર: રાપરના વિકાસને વેગ:ધારાસભ્યના હસ્તે ₹30.75 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન..
Rapar, Kutch | Mar 30, 2026 માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાનારા આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા તાલુકાના અનેક ગામોમાં પરિવહન સુવિધા સુધરશે અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ પ્રાગપર ગામેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાનપર ગામે શ્રી લિંગ માતાજી મંદિરના સાનિધ્યમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા