હાલોલ: પાવાગઢ ખાતે બેલદાર ઓડ સમાજ દ્વારા કુળદેવી શ્રી મહાસતી જસમાં માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજાયો હતો
પાવાગઢ ખાતે તા.29 માર્ચ રવિવારના રોજ બેલદાર ઓડ સમાજ ના કુળદેવી શ્રી મહાસતી જસમાં માતાજીના અતિ પ્રાચીન મંદિર ખાતે ચૈત્ર સુદ અગિયારસને રવિવારના રોજ સર્વ ઓડ બેલદાર સમાજ હાલોલ દ્વારા ભવ્ય યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેલદાર સમાજના અંદાજીત પાંત્રીસ જોડાઓ હવનમાં સહભાગી થયા હતા.જ્યારે રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમા તેર ગામના બેલદાર ઓડ સમાજ ના લોકો ઊપસ્થિત રહી હવન યજ્ઞ, મહાઆરતી, દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી