ગાંધીનગર: ખોરજ ગામમાંથી ઇકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસે ખોરજ ગામમાં મોટી કામગીરી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રબારી વાસ વિસ્તારમાં દરોડો પાડી બિનવારસી હાલતમાં પડેલી ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 228 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 98000થી વધુ છે. પોલીસે દારૂનો જથ્થો અને ઈકો કાર મળી કુલ રૂ. 2.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.