શિનોર: અવાખલ ગામે રહેણાંક મકાનમાં એક ઇન્ડીયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું બચ્ચુ આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી.
Sinor, Vadodara | Jun 27, 2024 અવાખલ ગામે રહેતા હર્ષિલ પટેલના રહેણાંક મકાનમાં સાંજે 5 કલાકે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું બચ્ચુ આવી ચડતાં હર્ષિલભાઈ પટેલના પરિવારજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જે અંગેની હર્ષિલભાઈ પટેલ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં તેઓ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી હર્ષિલભાઈ પટેલના મકાનમાં આવી ચડેલા ઇન્ડીયન સ્પેક્ટિકલ કોબ્રા સાપના બચ્ચાનું રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરાયું હતુ.