ગાંધીધામ: મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી: શહેરમાં નીકળી શોભાયાત્રા
અહિંસા અને અપરિગ્રહનો સંદેશ આપનાર જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે ગાંધીધામ શહેરમાં ભક્તિસભર માહોલ જોવા મળ્યો,શહેરના વિવિધ જૈન સંઘો દ્વારા સંયુક્ત રીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રામાં ભગવાનની મનોહર પ્રતિમા સાથેના સુશોભિત રથ સાથે જૈન સમાજના ભાઈ-બહેનો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યા બાદ વિવિધ સ્થાનોએ પ્રભુની આરતી અને ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું.