Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવીમાં અપૂરતા વીજ પુરવઠા સામે રહીશોમાં રોષ pgvcl કચેરીએ #આવેદન આપી રજુવાત કરાઈ

Mandvi, Kutch | Jun 30, 2026
માંડવીના પૂનમ નગર સહિત વિવિધ સોસાયટીઓના રહીશોએ અપૂરતા વીજ પુરવઠા, વારંવાર વીજળી ખોરવાવા અને લો-વોલ્ટેજની સમસ્યાને લઈને PGVCLની માંડવી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ઉનાળાની ગરમીમાં બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જણાવી તાત્કાલિક નિયમિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
માંડવી: માંડવીમાં અપૂરતા વીજ પુરવઠા સામે રહીશોમાં રોષ pgvcl કચેરીએ #આવેદન આપી રજુવાત કરાઈ - Mandvi News