‘Dehydrated Guava’ લખેલા પેકેટમાંથી નીકળ્યો ગાંજો!
બેંગકોકથી Amdavad આવેલી ફ્લાઇટમાં સુરતના એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ ગાંજો મળી આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, Amdavad Customsની Air Intelligence Unitએ APIS પ્રોફાઇલિંગના આધારે 29 સપ્ટેમ્બરે ફ્લાઇટ TG 343થી આવેલા મુસાફરને અટકાવ્યો હતો.
કેબિન બેગેજની તપાસ દરમિયાન એક કાગળની થેલીમાંથી બે પ્લાસ્ટિકની થેલીઓ મળી હતી. તેની અંદર કુલ 30 નાના પેકેટ હતા, જેના પર ‘Dehydrated Guava’ એટલે કે સૂકવેલા જામફળ લખેલું હતું. તપાસ દરમિયાન પેકેટમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો.
NDPS ફિલ્ડ ટેસ્ટ કિટથી પ્રાથમિક તપાસ કરતા આ પદાર્થ ગાંજા માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કુલ 973.23 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ તેની અંદાજિત કિંમત ₹90 લાખથી વધુ ગણવામાં આવી છે.
NDPS Act હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને અગાઉ પણ આવી હેરાફેરી કરવામાં આવી હતી કે નહીં તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
Ahmadabad City, Ahmedabad | Sep 29, 2026