માંડવી: માંડવી આશીર્વાદ 2 નગરમાં બાવળની ઝાડી માં આગ ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો
Mandvi, Kutch | Jul 3, 2026 માંડવીના આર્શીવાદ નગર-2 વિસ્તારમાં બાવળ કટીંગ થયેલ ઝાડી નજીક અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતાં બાવળના ઢગલામાં આગ લાગી હતી, જેણે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નગર સેવક નૂરલઅમીન મેમણને જાણ થતાં તેમણે માંડવી નગરપાલિકા ફાયર બ્રિગેડના ભુપેન્દ્ર સલાટને માહિતી આપી હતી. હેડ ક્લાર્ક મનજી પરમાર, ભુપેન્દ્ર સલાટ, ભીમજી ફુફલ, કમલેશ કોલી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરીમાં વિસ્તારના યુવાનોએ પણ સ