બારડોલી: જિલ્લામાં કુલ 39 રસ્તાઓ બંધ જેમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં 13 રસ્તાઓ પાણીમાં ડૂબતા બંધ કરાયા.
Bardoli, Surat | Jul 6, 2025 સુરત જિલ્લામાં આજે રવિવારે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં 119 મીમી વરસ્યો ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ 39 ગામો અને બારડોલી તાલુકાના સૌથી વધુ 13 રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. રામજી મંદિર થી ખલી ગામ થઈ નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા રસ્તે દોસવડા. ડેમ ઓવરફલો થતા મીંઢોળા નદીના પુલની લગો લગ પાણી વહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે બંધ કરવામાં આવ્યો છે.