માંડવી: ગૌરવશાળી ગુજરાત માટે ચૂંટણી પરિણામ નિર્ણાયક: આપ નેતા કૈલાસ દાન ગઢવીના ભાજપ પર આક્ષેપ
Mandvi, Kutch | Apr 27, 2026 આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવી ભાજપ પર પ્રહાર કરતાં અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કચ્છની કુલ 549 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી માત્ર 239 બેઠકો પર જ ઉમેદવારો ઉતારી શકી હતી.કૈલાસ દાન ગઢવીએ આરોપ લગાવ્યો કે બાકીની બેઠકો પર અન્ય ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી તેમજ પૈસાની લાલચ આપીને ચૂંટણી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકશાહી માટે હાનિકારક છે.