મુન્દ્રા: મુન્દ્રા પોર્ટ રોડ પર CWC ગેટ પાસે ઊભેલા ટ્રેલરમાં ભીષણ આગ: જોતજોતામાં ટ્રેલર બળીને ખાખ, ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો
Mundra, Kutch | Sep 11, 2026 મુન્દ્રા-અદાણી પોર્ટ માર્ગ પર CWC CFS ગેટ નજીક ઊભેલા એક ટ્રેલરમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ગેટ પાસે સ્થિર ઊભેલા ટ્રેલરમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ટ્રેલર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.