ઘોઘંબા: LCB પોલીસે કાર્યવાહી કરીને રાજગઢ પોલીસમથકના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી પકંજભાઈ રમેશભાઈ બારિયાને ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુપ્ત વોચ રાખી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ તેને રાજગઢ પોલીસ સ્ટેશનના હવાલે સોપ્યો છે.