ભાવનગર શહેર: કોંગ્રેસના કાર્યકર્તાને પોલીસ દ્વારા લઈ જવામાં આવતા જિલ્લા પોલીસ વડા ખાતે રજૂઆત કરાય
Bhavnagar City, Bhavnagar | Oct 2, 2026
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક કાર્યકર્તાને પોલીસ દ્વારા લઈ જવામાં આવતા કોંગ્રેસના આગેવાનો જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમરાળા તાલુકાના કોંગ્રેસના એક કાર્યકર્તાને પોલીસ રાત્રે લઈ ગયા હતા અને બે વાગે તેને છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે આ અંગે જિલ્લા અને શહેરના કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી.