વડોદરામાં ભાદરવા માસના પ્રારંભે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી ગોરંભાયેલા વાદળો બાદ સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લાંબા સમયથી ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળી છે. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે શ્રીજીની આગમન યાત્રા અને ગણેશોત્સવની ખરીદી પર પણ વરસાદની અસર જોવા મળી. સાથે જ નવરાત્રીની તૈયારીઓમાં પણ મેઘરાજાએ વિઘ્ન ઉભું કર્યું છે.
#HumDekhengeNews #VadodaraRain #HeavyRain #GaneshUtsav #NavratriPreparations