ગાંધીધામ: સીટી ટ્રાફિક પી.આઈ વી.આર પટેલની બદલી પ્રસંગે ભવ્ય વિદાય સમારંભ યોજાયો
ગાંધીધામ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પી.આઈ વી.આર પટેલની તાજેતરમાં બદલી થતા શહેરમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ, સ્ટાફ તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહી તેમની સેવાઓને બિરદાવી હતી. પી.આઈ વી.આર પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની કામગીરીને યાદગાર ગણાવતા ઉપસ્થિત સૌએ તેમને શુભકામનાઓ પાઠવી નવા કાર્યસ્થળે સફળતા માટે શુભેચ્છાઓ આપી.