*માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા દેવગઢ બારિયાના સેવનીયા–કાલીયાકુવા રોડનું રિસર્ફેસિંગ કામ હાથ ધરાયું*
૦૦૦
*માર્ગની ગુણવત્તા સુધરતાં મુસાફરી વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનશે*
૦૦૦
દાહોદ:
દાહોદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના માર્ગોની સ્થિતિ મજબૂત કરવા અને વાહનવ્યવહાર વધુ સુગમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દાહોદ હેઠળના દેવગઢ બારિયા પેટા વિભાગ દ્વારા દેવગઢ બારિયા તાલુકાના સેવનીયા–કાલીયાકુવા રોડ (વી.આર.) પર રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણતાના આરે હાથ ધરવામાં આવી છે.
આ માર્ગના રિસર્ફેસિંગ અને નવીનીકરણથી રસ્તાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. લાંબા સમયથી પ્રવાસ માટે અગવડતા ભોગવતા સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વાહનચાલકોને હવે વધુ સુવિધાજનક, ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.
તંત્ર દ્વારા કરવામાં આવેલા આ કાર્યથી સેવનીયા અને કાલીયાકુવ�
Dohad, Dahod | Oct 22, 2026