*ધંધુકા શહેરના ગેબીફળી વિસ્તારમાં ખુલ્લી અને જર્જરિત ગટરથી રહિશો પરેશાન.* ધંધુકા શહેરના ગેબીફળી વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી અને જર્જરિત હાલતમાં પડેલી ગટર સ્થાનિક રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ગટરનું ઢાંકણ તૂટેલું અને અનેક જગ્યાએ ખુલ્લું હોવાને કારણે રોજિંદા અવરજવરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ જોખમી સાબિત થઈ રહી છે.