દેત્રોજ રામપુરા: સરખેજમાં ભાઈના મિત્રએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી
સરખેજ વિસ્તારમાં આજે એક ૨૧ વર્ષીય યુવતીએ તેના જ ભાઈના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતી ગર્ભવતી બનતા જ્યારે તે આરોપીના ઘરે પહોંચી ત્યારે ભાંડો ફૂટ્યો કે પ્રેમી પહેલેથી જ પરિણીત અને એક બાળકનો પિતા છે.અંતે પ્રેમીએ લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું, જેથી ભોગ બનનાર યુવતીએ ન્યાય માટે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.