સીંગવડ: રણધિકપુરમાં દિવાળીને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
Singvad, Dahod | Nov 11, 2026 દાહોદના રણધિકપુરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ભરવાડના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવા માટે આ માર્ચ કરવામાં આવી હતી.