ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના ઘોઘા ગામમાં શોર્ટ સર્કિટથી આગ,ફાયર બ્રિગેડે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો.
ઘોઘંબા તાલુકાના ઘોઘા ગામમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ગ્રામજનો બચાવ કામગીરી માટે એકત્ર થયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઇટરોની સમયસરની સક્રિયતાને કારણે મોટી હોનારત ટળી હતી અને આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન પહ