ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામે હોર્ન વગાડવા બાબતે યુવક પર બે શખ્સોનો હુમલો
ઘોઘંબા તાલુકાના કોઠાયડી ગામે બાઈકનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે શખ્સોએ એક યુવક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.ગામના મુખ્ય ફળિયામાં રહેતા અજયકુમાર ચૌહાણ બાઈક પર ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં સાઈડ મેળવવા તેમણે હોર્ન વગાડ્યો હતો. આનાથી ઉશ્કેરાઈને ગામના જ ગૌતમભાઈ વિજયભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વિજયભાઈ ચૌહાણે તેમની સાથે ઝઘડો કર્યો હતો. ગૌતમભાઈએ લોખંડના કડા વડે અજયકુમારની આંખ પાસે અને દિલીપભાઈએ લોખંડની ટોમી વડે ઘૂંટણ પર સખત માર માર્યો હતો તેમ