ભાવનગર: વાળુકડ ગામે હત્યાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
વાળુકડ ગામે ૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પ્રેમ લગ્નનો ખાર રાખીને રવિ ઉર્ફે લાલા નામના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૃતક રવિએ આરોપી મુના પ્રફુલ બલ્યાની દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી, મુનાએ કાવતરું રચીને શિહોરના હરેશ ઉર્ફે હરી અને કિશોર ઉર્ફે કિશન સહિતના શખ્સોને મોકલી આ હુમલો કરાવ્યો, જે કેસમાં આજે તારીખ 30 માર્ચના રોજ સાંજના 4 કલાકે રોહીતભાઇ કનૈયાલાલ ઉર્ફે કાળુભાઇ સિહોરાને ઝડપી લીધો.