મહેસાણા જિલ્લામાં અમૂલ પાર્લરોની હોડ વચ્ચે હવે દૂધ મંડળીઓના વિવાદોની ચર્ચા તેજ...
સતલાસણાના ભીમપુર અને વડનગર તાલુકાના સબલપુર દૂધ મંડળીના વિવાદોની ચર્ચા હજુ શમી નથી, ત્યાં સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં પણ દૂધ ડેરીને લઈને વિવાદ સામે આવ્યો છે. વિરોધ સ્વરૂપે કેટલાક પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી પોતાનો રોષ વ્યક્ત કર્યો, જેના કારણે સમગ્ર વિસ્તારની આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
સતલાસણા તાલુકાના ભાણવાસ ગામના કેટલાક પશુપાલકોનો આક્ષેપ છે કે સ્થાનિક દૂધ ડેરી છેલ્લા ચાર દિવસથી તેમનું રોજનું અંદાજે 300થી 400 લીટર દૂધ સ્વીકારી રહી નથી. જેના કારણે પશુપાલકોને ખાનગી વાહનની વ્યવસ્થા કરીને અન્ય જગ્યાએ દૂધ મોકલવાની ફરજ પડી હોવાનું તેઓ કહે છે.
પશુપાલકોનો વધુમાં આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ડેરીના સંચાલનમાં ફેરફાર થયો નથી અને નિયમિત ચૂંટણી કે વહીવટી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. તેઓનું કહેવું છે કે આ મુદ્દે રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ મળ્ય