મુન્દ્રા: મુંદરામાંથી ₹૧૯.૨૯ કરોડની નકલી સિગારેટનો જથ્થો ઝડપાયો: કસ્ટમ્સ મહિલા અધિકારીની DRI દ્વારા ધરપકડથી ભારે હડકંપ
Mundra, Kutch | Nov 8, 2026 કચ્છના મુંદરામાંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરીને ૧૯ કરોડ ૨૯ લાખ રૂપિયાની નકલી સિગારેટનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેઇનરમાં ટોઇલેટ ટિશ્યુ પેપરની આડમાં ૮૦ લાખથી પણ વધુ સિગારેટ છુપાવીને દાણચોરી કરવાનો કારસો રચાયો હતો.