ઘોઘંબા: ગુંદી ગામના ડુંગરા વિસ્તારમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી
ઘોઘંબા તાલુકાનાં ગુંદી ગામના ડુંગરા વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ લટકેલી હાલતમાં જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગેના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.આ ઘટનાની માહિતી મળતા જ દામાવાવ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.