તારાપુર: જીચકામાં ભાભીને જેઠે ગાલ ઉપર લાકડાનું ખોરીયું મારતા ઘાયલ
Tarapur, Anand | Nov 1, 2026 તારાપુરમાં જીયકામાં ભાભીને જેઠે ગાલ ઉપર લાકડાનું ખોરીયું મારતા ઘાયલ થયાનું સામે આવ્યું છે.ચારિત્ર્યની શંકાને લઈને જેઠ દ્વારા બોલાચાલી કરીને માર મારતા ફરિયાદ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ભાભીને ચક્કર જવું લાગતા હિંચકા ઉપર સુઈ ગયા હતા. જેઠ ઘરની પાછળ આવેલા ચુલા આગળ બેઠા હતા. તેઓ અચાનક ત્યાંથી હાથમાં લાકડાનું ખોરીયું લઈને આવીને ગમે તેમ બોલીને ઝઘડો કર્યો હતો.ગામના ચેતનભાઈ વાળંદ ઘરે આવ્યા હોય,ચારિત્ર્ય ઉપર શકવહેમ રાખીને ખોરીયું ગાલ ઉપર માર્યું.