નારોલ-વિશાલા બ્રિજ પાસે સમી સાંજે એક ચાલુ BMW કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સર્વિસ સ્ટેશનમાંથી બહાર આવ્યા બાદ જ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.