કામરેજ: આંધી ગામ પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો.
Kamrej, Surat | Feb 27, 2026 સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા અને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અપાયેલી કડક સૂચનાના પગલે ઓલપાડ પોલીસને મોટી સફળતા મળી છે. ઓલપાડ| પોલીસે વર્ષ 2019થી કામરેજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.