ગાંધીનગર: પેથાપુરના માધવ વિહાર સોસાયટીના યુવક સાથે યુકેમાં નોકરીના બહાને રૂ.39 લાખની છેતરપિંડી કરાઈ
ગાંધીનગરમાં વિઝા એજન્ટની છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. પેથાપુરના માધવ વિહાર સોસાયટીના રહેવાસી જયદીપસિંહ વાઘેલાને સુમન ટાવરના વિઝા એજન્ટ જૈમિન પટેલે કુલ રૂ. 39 લાખની છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે.કેનેડા વિઝા રિજેક્ટ થયા બાદ એજન્ટે યુકેમાં સ્ટોર મેનેજરની નોકરીની લાલચ આપી વધુ રૂ. 32 લાખ લીધા. 2023માં સી.ઓ.એસ. આધારે જયદીપસિંહને યુકેના વિઝા મળ્યા અને તેઓ યુકે પહોંચ્યા. ત્યાં પહોંચ્યો હતો સ્ટોરની જગ્યાએ ત્યાં આગળ ચર્ચ હતું.