ગાંધીનગર: ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર અજાણ્યા વાહને 40 વર્ષીય રાહદારીને કચડ્યો, સોલા સિવિલમાં મોત
ઝુંડાલ-વૈષ્ણોદેવી રિંગરોડ પર એક ગંભીર હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે લગભગ 8:45 વાગ્યે ગંગા-35 ફ્લેટની સામે એક 40 વર્ષીય અજાણ્યા વ્યક્તિને રોડ ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતીગંભીર ઈજાઓને કારણે પીડિતને સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો અને વાહનની ઓળખ કે નંબર મળી શક્યા નથી