ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે યોજવાની છે જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી નાખવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર 15 કોલેજ ખાતેથી તમામ સામગ્રી મતદાન મથકો સુધી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 28 બેઠકો માટે 224 મતદાન મથકો પરથી મતદાન થશે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન યોજાશે.