ગાંધીનગર: ગાંધીનગર પેથાપુરના ફતેહપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, ફતેહપુરા નજીક ઇકો કાર અને આઇરસનું અકસ્માત થયું
અકસ્મ
ગાંધીનગર પેથાપુરના ફતેહપુરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફતેહપુરા નજીક ઇકો કાર અને આઇરસનું અકસ્માત થયું હતું.અકસ્માત થતા ઇકો કાર ને ટોટલ લોસ જોવા મળી હતી. કારમાં સવાર ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાજપના સક્રિય કાર્યકર્તા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા પ્રચાર દરમિયાન હતા અને ઘટના સ્થળે પોહચી ત્રણ ઇજાગ્રસ્તો ને સિવિલ ખાતે સારવાર માટે મુકલ્યા હતા. પેથાપુર પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.