ગાંધીનગર: કરાટા કોચે 16 વર્ષની અમદાવાદની સગીરા પર દુષ્કર્મ પેથાપુર પોલીસ મથકે ફરિયાદ
ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્કૂલમાં પાર્ટટાઇમ નોકરી કરતા કરાટેના કોચે અમદાવાદની 16 વર્ષીય સગીરાને કરાટે શીખવવાના બહાને પ્રેમના પાઠ ભણાવી શારીરિક શોષણ કર્યું હતું. એના પગલે સગીરાને આઠ માસનો ગર્ભ રહી જતાં કરાટેના કોચનો ભાંડો ફૂટી ગયો છે. આ મામલે પેથાપુર પોલીસે કરાટેના કોચ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.