વેજલપુર: સરખેજ વિસ્તારમાં અકસ્માત,અકસ્માત બાદ બોલેરો નીચે છુંદાયેલા મોઢાં સાથે સગીર તરફડિયા મારતો રહ્યો
ફતેવાડી પાસે રહેતો સગીર સરખેજ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે બોલેરો ચાલકે સગીર, રિક્ષા અને અન્ય વાહનને અડફેટે લીધા. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થતા સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.