વલસાડ SOGની મોટી કાર્યવાહી: પારડીના સરોધી ગામમાંથી શાકભાજીની જેમ ઉગાડેલો રૂપિયા 37 લાખથી વધુની કિંમતના ગાંજાના છોડનું ખેતર ઝડપી પાડ્યું..
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા હાથ લાગી છે. પારડી તાલુકાના સરોધી ગામમાં ખેતરની અંદર ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી અહીં શાકભાજીની જેમ ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે..વલસાડ જિલ્લા SOGની ટીમે બાતમીના આધારે પારડી તાલુકાના સરોધી ગામમાં એક ખેતરમાં દરોડા પાડ્યા હતા. પોલીસ જ્યારે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાંનો નજારો જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ખેતરમાં સામાન્ય શાકભાજીની જેમ જ ગાંજાના છોડનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. SOGની ટીમે ત્વરિત કાર્યવાહી કરી�
Valsad, Valsad | Jun 10, 2026