નશાના કાળા કારોબાર પર વલસાડ જિલ્લા SOGની ટીમે મોટી લાલ આંખ કરી છે. સામાન્ય રીતે ખેતરમાં શાકભાજી કે અનાજ ઉગાડવામાં આવતું હોય છે, પરંતુ પારડી તાલુકાના સરોધી ગામમાં એક એવું ખેતર પકડાયું છે, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા. અહીં ખેતરમાં શાકભાજીની જેમ જ જંગી માત્રામાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG ને એક મોટી અને ચોંકાવનારી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે SOGની ટીમે પારડી તાલુકાના સરોધી ગામના એક ખેતરમાં અચાનક દરોડા પાડ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાંનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખેતરમાં શાકભાજીની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું.
SOGની ટીમે ત્વરિત કાર્યવાહી કરતા આખું ખેતર કોર્ડન કરી લીધું હતું. તપાસ દરમિયાન પોલીસે ખેતરમાંથી 37 લાખ રૂપિયાથી વધુની કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા છે. નશાના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરત�
Valsad, Valsad | Jun 10, 2026