ફાયર બ્રિગેડ પૂર્વ મંત્રીના ઘરની દિવાળી સફાઈમાં?
સરકારી ડીઝલ, પાણી અને કર્મચારીઓનો ઉપયોગ—જાહેર નાણાંના સંભવિત દુરુપયોગ માટે જવાબદાર કોણ?
દેવગઢ બારિયા: દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કથિત ખાનગી ઉપયોગને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સામે આવેલા વીડિયોમાં ફાયર બ્રિગેડના સાધનોનો ઉપયોગ કરીને એક નિવાસસ્થાનની બહાર પાણીથી સફાઈ કરવામાં આવતી જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ સ્થળ પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલું નિવાસસ્થાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દિવાળી પૂર્વે ઘરની બહાર સફાઈ માટે દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યું હતું. આ કામગીરી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની સૂચનાથી કરવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે, જોકે આ અંગે નગરપાલિકાનો સત્તાવાર ખુલાસો હજુ જરૂરી છે.
સરકારી ડીઝલ અને જાહેર નાણાંનો ખર્ચ—જવાબદાર કોણ?
ફાયર બ્રિગેડ માત્ર ગાડી નથી. તેન
Dohad, Dahod | Oct 4, 2026