ઘોઘંબા: પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્ર ખાતે ભારે પવનોને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું
પંચમહાલના વેજલપુર સ્થિત સરકારી બાગાયત કેન્દ્રમાં ગત મોડી રાત્રે આવેલા તીવ્ર વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ૪૦ વીઘાના ફાર્મમાં આવેલા ૨ હજારથી વધુ આંબાના વૃક્ષો પરથી અંદાજીત ૪૦૦ મણથી વધુ તૈયાર કેરી ખરીને જમીનદોસ્ત થઈ ગઈ છે. જમીન પર પછાડાવાને કારણે મોટાભાગની કેરીઓ ફાટી જતાં વેચવા લાયક રહી નથી. સરકારી ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ પાક ખરીદનાર નડિયાદના સ્થાનિક વેપારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની ૪ જૂન સુધીની વરસાદી આગાહીથી