પોરબંદર: પોરબંદરમાં ટ્રકને ઓવરટેક કરતી વખતે બાઈક ઝાડીઓમાં ફંગોળાઈ, ૨ યુવાનો ગંભીર
પોરબંદરના ગાયત્રી મંદિર નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા બાઈક કાંટાળા બાવળની ઝાડીઓમાં ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં સૂર્યન મોઢા અને કિરણ થાનકી નામના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેમને ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે.