ઘોઘંબા: ઘોઘંબા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો, આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી
ઘોઘંબા તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતી બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત 5 બેઠકો જીતીને ધમાકેદાર એન્ટ્રી કરી છે, જ્યારે 2 બેઠકો અપક્ષને મળી છે. ભાજપે જીતનો જશ્ન મનાવ્યો છે, પરંતુ ‘આપ’ની એન્ટ્રીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર દેખાયો છે. મતદારો ત્રીજા વિકલ્પ તરફ વળી રહ્યા હોવાનું સંકેત મળ્યો છે, જે ભવિષ્યમાં સ્થાનિક રાજકારણમાં નવા વળાંકો લાવી શકે છે.