ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુભાઇ અનોખા અંદાજમાં જોવા મળ્યા, કુંભારવાડા ખાતે એક પરિવારના ઘરે બેસી મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો
Bhavnagar City, Bhavnagar | Sep 27, 2026
કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી લોકોની વચ્ચે ઉપસ્થિત રહીને અનેક વાર અનોખા અંદાજમાં જોવા મળે છે. ત્યારે આજે ફરીથી એક વખત કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પોતાના અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. કુંભારવાડા વિસ્તારમાં પસાર થતા સમયે પછાત ગણાતા કુંભારવાડા વિસ્તારમાં એક પરિવારના ઘરે તમામ સભ્યો તેમજ આજુબાજુના લોકો સાથે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.