તારાપુર: લુણેજ નહેરમાંથી 11 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ
Tarapur, Anand | Sep 4, 2026 લુણેજ ગામની નહેરમાંથી 11 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.લુણેજ નહેરના પાણીમાંથી પસાર થતા એક વિશાળકાય અજગર નજરે પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ અંગે વનવિભાગને જાણ કરી હતી.જેથી વનવિભાગની ટીમ અને 'દયા ફાઉન્ડેશન'ની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.બંને ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારે જહેમત બાદ નહેરમાંથી આશરે 11 ફૂટ લંબાઈના અજગરને પકડી લીધો હતો.