રાપર તાલુકાની શ્રી પાલનપર ,મેવાસા , ખાનપર વિજાપર , ફતેહગઢ કુમાર શાળા, રૂપદાસવાંઢ અને શ્રી ખારીયાવાંઢ પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે નવી નિમણુંક કરવામાં આવશે. આ માટે નિયત નમુનામાં તા.૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં મળે તે રીતે અરજી મંગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલકની નિમણૂંક સરકારશ્રીના ધારાધોરણો અને લાયકાતના આધારે કરવામાં આવશે.